તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કનગામ ગામની માઈનોર કેનાલ જર્જરિત બનતાં ખેડૂતોને હાલાકી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની રજૂઆતો બાદ પણ સિંચાઈના પાણી નહીં

જંબુસર તાલુકાના કનગામમાં માઈનોર કેનાલ આવેલી છે.પરંતુ કેટલાય સમયથી કેનાલનું રીપેરીંગ કામગીરી નહીં થતા જર્જરિત બની હતી.જેના કારણે આ વિસ્તારના ધરતીપુત્રોને સિંચાઈ માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

કનગામની સીમમાં આવેલી નર્મદા માઇનોર કેનાલ 1-2-3માં છેલ્લા ઘણા વર્ષોથી સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી, ગામના આગેવાનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા ધરતીપુત્રોને ભારે હાલાકી પડી રહી છે.

નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ ખેડૂતોને બનવું પડે છે.નર્મદા નિગમ દ્વારા વહેલી આ કેનાલનું સમારકામ કરીને વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ કરવાની માંગ કરી છે.જો નિગમ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...