ઉજવણી:જંબુસરના ગજેરાથી આત્મનિર્ભર ગ્રામયાત્રાને મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં 18થી 20 નવેમ્બર દરમ્યાન આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત જંબુસર તાલુકાના ગજેરા ગામે આવેલી નૂતન વિધાલય ખાતેથી માર્ગ અને મકાન,વાહન વ્યવહાર,નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે,આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે.

મંત્રીના હસ્તે ક્યા ક્યા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ભરૂચ જિલ્લાના ગ્રામ વિકાસ, પંચાયત, સહકાર, વન, પાણી પુરવઠા, મહિલા અને વિકાસ વિભાગ દ્વારા 249 કામોનું રૂ.850.73 લાખનું લોકાર્પણ, 710 કામોનું રૂ.1840.87 લાખનું ખાતમૂહુર્ત તથા 454 લાભાર્થીઓને રૂ.177.04 લાખની સહાય વિતરણ કરાયું હતું.જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ, ગામ તળાવના લીઝના ચેકનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...