• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Men Stole The Mobile Phones Of Two Passengers From The Bhuj Pune Express Train Within The Limits Of Bharuch Railway Police And Escaped.

ટ્રેનમાં ચોરી:ભરૂચ રેલવે પોલીસની હદમાં ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાંથી બે મુસાફરોના મોબાઈલ ફોન ચોરી શખ્સો ફરાર થઇ ગયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના નંદેલાવ ગામના પેરેડાઇઝ પ્લાઝામાં રહેતા મુર્તુઝા તૈયબ ચાકલીપાવાલાની માસી સારા સિરાજ સાઇકલવાલા ગત તારીખ-૪થી જાન્યુઆરીના રોજ વડોદરા રેલ્વે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ પુણે ખાતે જતા હતા તે દરમિયાન વડોદરાથી સુરત વચ્ચે ભરૂચ રેલ્વે પોલીસના હદ વિસ્તારમાં તેઓ ચાલુ ટ્રેનમાં પોતાની સીટ ઉપર મોબાઈલ ફોન મૂકી સુઈ ગયા હતા તે સમયે અજાણ્યા ઈસમો મહિલા મુસાફરનો ૧૨ હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જયારે આવી જ ભરૂચના વેજલપુર વાણીપાવા ખાતે રહેતા ઉમેશકુમાર શાહના સંબંધી મનીષ રમણલાલ શાહ આણંદ રેલ્વે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ મુંબઈના ભીવંડી ખાતે જતા હતા તે દરમિયાન ચાલુ ટ્રેનમાં તેઓ પોતાનો ફોન સીટ ઉપર મૂકી સુઈ ગયા હતા તે વેળા અજાણ્યા ઈસમો તેઓનો ૧૨ હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બંને મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...