તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન:ભરૂચના કટોપોર-ગાંધીબજારના વેપારીઓના 'રસ્તા રોકો આંદોલન'ના 11માં દિવસે મામલો થાળે પડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારથી પાલિકા દ્વારા ફાટાતલાવથી ગાંધીબજાર સુધી ગટરમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઇ

ભરૂચના ગાંધીબજાર, કતોપોર બજારમાં વર્ષોથી ઉભરાતી ખુલ્લી ગટરો અને ખરાબ રસ્તાઓને લઈ ગત 26 જૂને વેપારીઓએ રસ્તા રોકો આંદોલન છેડાયું હતું. વેપારીઓએ રસ્તા ઉપર બેસી પાલિકાનો હુરિયો બોલાવી રસ્તા અને ડ્રેનેજનું નવીનીકરણ તાત્કાલિક કરવાની માંગ સાથે અડિંગો જમાવ્યો હતો. આખરે બી ડિવિઝન પીઆઈની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

વેપારીઓના આંદોલનના 11માં દિવસે બુધવારથી પાલિકા દ્વારા ફાટાતલાવથી ગાંધીબજાર સુધી ગટરમાં બ્લોક નાખવાની કામગીરી નગર પાલિકા દ્વારા શરૂ કરી દેવાઈ છે. જેને વેપારીઓએ આવકારી પાલિકા હવે નવા રસ્તા બનાવ્યા સુધી આ કામગીરી અટકાવે નહિ તેવી લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...