અંકલેશ્વર ખાતે આવેલ પૌરાણિક માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્રમાં આવેલ માંડેવ્યેશ્વર મહાદેવ મંદિર આશરે 300થી 500 વર્ષ પુરાણું છે.
મંદિરની કથા
મંદિરની એક કથા પ્રચલિત છે કે, માંડવ્યેશ્વર ઋષિ અહી જ્યારે તપ કરવા બેઠા હતા તે સમયે રાજા કે ઋષિની પુત્રીના પગ તેઓને સ્પર્શી જતા માંડવ્યેશ્વર ઋષિ તેણીને તું મને કેમ પગ લગાડે છે. હું ઋષિ છુ તેમ કહ્યા બાદ રાજા કે ઋષિની પુત્રીએ તેના પરિવારને આ વાત કરતા તેઓએ ઋષિને ફાંસી પર ચઢાવી દેવાનું કહેતા ઋષિએ ભગવાન શિવની આરાધના કરતા ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થઇ માંડવ્યેશ્વર ઋષિને ફાંસી ઉપર ચઢાવ્યાની ક્ષણોમાં જ પુનઃ જીવત કરવાનું વચન આપ્યું હોવાની માન્યતા છે. ત્યારથી જ આ મંદિર પ્રસિદ્ધ છે જેથી આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદશના દિવસે ભગવાન મહાદેવને ભાતના પીંડ ચઢાવવામાં આવે છે. પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે.હાલ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાન ભોળા નાથને બીલીપત્ર પૂજાની વસ્તુઓ અર્પણ કરી પોતાની માન્યતા પૂર્ણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.