છેતરપિંડી:અંકલેશ્વરના વ્યક્તિને બેંકના અધિકારીની ઓળખ આપી ગઠિયો રૂપિયા 2.35 લાખનો ચૂનો લગાડી ગયો

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ATMમાંથી કપાયેલા રૂપિયા પરત મેળવી આપવાનું જણાવી છેતરપિંડી કરી

અંકલેશ્વરના સારંગપૂર ગામ નજીક આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા રહીશને બેંકના અધિકારીની ઓળખ આપી ગઠિયાએ એ.ટી.એમમાંથી કપાયેલા રૂપિયા પરત મેળવી આપવાનું જણાવી રૂપિયા 2.35 લાખથી વધુની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધઇ છે.

મૂળ નેત્રંગ તાલુકાનાં વાંકોલ ગામના અને હાલ અંકલેશ્વરના સારંગપૂર ગામ નજીક આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા વિજય ચુનીલાલ વસાવા હ્યુબેક કલર કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. જેમણે ગત તારીખ-આઠમી મેના રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ સ્થિત એચ.ડી.એફ.સી.બેંકના એ.ટી.એમમાંથી બે વાર 10-10 હજાર ઉપાડ્યા હતા અને ત્રીજી વાર પાંચ હજાર ઉપાડતાં રૂપિયા ઉપાડ્યા ન હતા, જયારે તેઓના ખાતામાંથી પાંચ હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.

ત્યારબાદ તે ઘરે જઈ પોતાની બેંક ઓફ બરોડાના ટોલ ફ્રી નંબર પર ફોન કરી જાણ કરી હતી. જે બાદ તેઓના ફોન પર બેંક અધિકારીનો ફોન આવ્યો હતો જેઓએ તેમને વાતોમાં ભોળવી તેમની પાસે એપ્લિકેશન એપ ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી રૂપિયા 2.35 લાખ ઉપાડી લીધા હતા. જેથી વિજય વસાવાને છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેમણે છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...