તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાયખા કેમિકલ ઝોનની કાંસમાં કેમિકલ યુક્ત પાણી, તંત્ર ઉદ્યોગ સામે કાર્યવાહી કરે એવી માંગ સ્થાનિકોએ કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓના વેસ્ટ વોટરની લાઇન સાયખાના મુખ્યમાર્ગની બાજુમાંથી પસાર થાય છે

વાગરાના સાયખા કેમિકલ ઝોનના કાંસમાં એકથી દોઢ કિલોમીટર સુધી કેમિલયુક્ત પાણી વહેતું હોવાથી આસપાસની જીવ સૃષ્ટિને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તંત્ર બેજવાબદાર ઉદ્યોગ સામે કાર્યવાહી કરે એવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.

કેમિકલ યુક્ત પાણી નાળામાં કયાંથી આવ્યું તે પણ તપાસનો વિષય

વાગરા વિલાયત જીઆઇડીસી અને સાયખા કેમિકલ ઝોનમાં આવેલી કંપનીઓના વેસ્ટ વોટરની લાઇન સાયખાના મુખ્યમાર્ગની બાજુમાંથી પસાર થાય છે. છેલ્લા દોઢ મહિનાથી માર્ગની બાજુમાં આવેલા કાંસમાં એક-દોઢ કિલોમીટર સુધી કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા સજીવ સૃષ્ટિને ભારે નુકસાન થવાની સંભાવના જોવાઇ રહી છે. આ કેમિકલ યુક્ત પાણી નાળામાં કયાંથી આવ્યું તે પણ તપાસનો વિષય છે.

કાંસમાં લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી આવ્યું

જો કે આ અંગે જીપીસીબીના અધિકારીઓને સ્થાનિકોએ જાણ કરવા છતાંયે કાસમાં કેમિકલયુક્ત પાણી જેમનું તેમ નજરે પડી રહ્યું છે. બીજા કિસ્સામાં સાયખાના અન્ય એક કાંસમાં પણ લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી સતત વહી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ બેજવાબદાર ઉદ્યોગ સામે કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...