એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં વનરાજાના ઘેર નાના બે સિંહ બાળનું આગમન બંને નું નામ કરણ કરવામાં આવ્યું, એકનું નામ સિમ્બા અને બીજાનું નામ રેવા નામ રાખવામાં આવ્યું. છ મહિના ની ઉમર થતા સશક્ત બાળ સિંહો ને પ્રવાસીઓ જોઈ શકે એ માટે તેની માતા સાથે બહાર સિંહ પાંજરામાં રાખવામાં આવ્યા છે પ્રવાસીઓ જે જોઈને આનંદ અનુભવી રહ્યા છે.
કેવડિયા જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું કે માનવ સર્જિત જંગલ છે જેમાં તમામ દેશી વિદેશી પ્રાણીઓ પશુઓ અહીંયા એવા સેટ થઇ ગયા છે કે તેઓ પોતાની પેર બનાવી રહ્યા છે. આમ નર્મદા જંગલ સફારીમાં પ્રાણીઓની પ્રજનન અને સંવર્ધન બંને સારીરીતે થઇ રહ્યું છે.
અહીંયા ભારતની ઝુ ઓથોરિટી એ નિર્ધારિત કરેલા તમામ માપદંડો ને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે.પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓના બચ્ચા પછી બે સિંહ બાળ જન્મ્યા હતા. છ મહિના તેની દેખભાળ કર્યા બાદ જયારે સશક્ત બન્યા છે.
જંગલ સફારીમાં ખુલ્લામાં રમતાં સિંહબાળને જોવાનો લ્હાવો કંઈક અલગ જ હતો
અમે વડોદરાથી ફેમિલી સાથે શનિવારે જંગલ સફારી ફરવા આવ્યા હતા. સિંહના બચ્ચાને પ્રથમવાર જોયા. ખુલ્લામાં રમતા બચ્ચાને જોવાનો લ્હાવો કંઈક અલગ જ હતો. અમારા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે. જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓની કાળજી પણ સરી રીતે કરવામાં આવી રહી છે. આટલા તાપમાં પણ વાતાવરણ ઠંડક વાળું જોવા મળ્યું હતું. -રાજેન્દ્ર રાજ, પ્રવાસી,વડોદરા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.