તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો.6- 8ના છાત્રોના વાલીઓની સંમતિ મેળવવામાં શિક્ષણ વિભાગની ઢીલાશ

ભરૂચ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આવતી કાલથી ભરૂચ જિલ્લાની 600થી વધુ પ્રાથમિક શાળાઓની શરૂઆત થશે
 • 11 મહિના બાદ નેટવર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ શરૂ થતાં છાત્રોને ફાયદો

રાજ્ય ઘટી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને સરકારે ગુરૂવારથી ધોરણ 6થી8ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય કર્યો છે. જોકે ક્લાસરૂમ સ્ટડીનો ભાગ બનવા માટે વાલીની સંમતિ ફરજિયાત છે. જેને લઇને રાજ્યભરમાં દરેક જિલ્લાના શિક્ષણ વિભાગે વાલીઓના સમંતિપત્ર મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે આ કામગીરીમાં ભરૂચ જિલ્લો હજૂય પાછળ છે. ભરૂચના બીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, ધો.6થી 8ના વિદ્યાર્થીના વાલીઓના સંમતિપત્ર મેળવ્યાની માહિતી એકત્ર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગે કોઇ સૂચના, માહિતી કે કામગીરી સોપી નથી.

આજની મિટિંગમાં નક્કી થશે સંમતિપત્ર કેવી રીતે મેળવવાની. જ્યારે નવસારી જિલ્લામાં 50 ટકા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે સંમતિ આપી છે. જેને જોઇને અન્ય વાલીઓ પણ સંમત થયા છે. જોકે ભરૂચ જિલ્લાના જિપ્રાશીને આ વિશે પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યુ હતુ અને માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આવતી કાલથી ભરૂચ જિલ્લાની 600થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જશે જોકે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે તે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી એકત્ર કરવામાં ઢીલાશ આચરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 11 મહિના બાદ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરશે જેનો સૌથી વધુ ફાયદો નેટવર્ક સંપર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારમાં થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અને ટેલિવિઝન નથી તેવા ગરીબ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો