તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વ્યાજે રૂપિયા આપીને જમીન લખાવી લેતાં ભૂમાફિયા સક્રિય

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટના અણીયાદરા ગામના સભ્યોએ કલેક્ટરને આવેનદપત્ર આપ્યું
  • યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ખેડૂતોની હડતાલ પર ઉતરવાની ચીમકી

ભરૂચમાં ગુરુવારના રોજ અણીયાદરા ગામના અંબા બેચરભાઈ પટેલ સહીતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને મળીને એક લેન્ડ ગ્રેબીગ એક્ટનો ભૂમાફિયા દ્વારા થયા દુરુપયોગ અંગે આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,ભરૂચ,સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ખેડુતોની આર્થિક મજબુરીનો લાભ ઉઠાવી તેમની જમીનો પચાવી પાડવામાં આવતી હોવાના ખેલનો પર્દાફાશ થયો છે.

ખેડુતો પાસેથી જમીનના નામે બાનાખત કરાવી લેવામાં આવે છે અથવા દસ્તાવેજ લખાવી લેવામાં આવે છે.વ્યાજખોર ભુમાફિયાઓ ખેડતોની જમીનો પચાવી પાડી પોતે કરોડો રૂપિયાના આસામી બની ગયાં છે.આવા ભુમાફિયાઓમાં નરેશ રામજી માણીયા, અશોક રામજી માણીયા, પોપટ રણછોડ ભાદાણી અને અરવિંદ લાઠીયા સહિતના અનેક ભુમાફિયાઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભોગ બનેલાં ખેડુતોએ જણાવ્યું હતું કે,ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી તથા સ્થાનિક અધિકારીઓને વારંવાર રજુઆત કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ આરોપીઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરી રહયાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...