અકસ્માત:એક્ટિવા સ્લીપ થતાં શ્રમજીવીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રહાડપોર ગામે શાહિદ પાર્કમાં અકસ્માતની ઘટના બની હતી

ભરૂચના રહાડપોર ગામે રહેતાં શખ્સને ત્યાં હેન્ડવર્કનું કામ કરતો કારીગર એક્ટિવા લઇને જતી વેળાં સ્લીપ થઇ ગયો હતો. ઘટનામાં તેને માથામાં ઇજાઓ પહોંચતાં ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયું હતું .બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકાના રહાડપોર ગામે પાર્ક ખાતે રહેતાં મોફીજુલ અમીરઅલી શેખના ઘરના ઉપરના માળે હેન્ડવર્કનું કામ કરતો અને મુળ કલકત્તાનો અર્જૂનસિહ નામનો યુવાન રહેતો હતો. ગઇકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અર્જૂનસિંહ તેમની એક્ટિવા લઇને કોઇ કામ અર્થે બજારમાં જવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં રાત્રીના 11 વાગ્યાના અરસામાં તેમના ઘરથી સહેજ દુર રોડ પર જોરથી અવાજ થવા સાથે લોકોની બુમાબુમ થતાં તેઓ સ્થળ પર દોડી ગયાં હતાં.

તેઓએ જોતાં એક્ટિવા સ્લીપ થઇ જતાં તેને અર્જૂનસિંહને ઇજાઓ થઇ હોવાનું મલુમ પડ્યું હતું.ઘટનામાં તેને માથામાં ઇજાઓ પહોંચતાં ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો. દરમિયાનમાં રાત્રીના 11 વાગ્યાના અરસામાં તેમણે તુરંત 108ની મદદથી તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મોફીજુલ શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...