તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ભાડભૂતમાં બોટની લોથારી કાપવા મુદ્દે ધિંગાણું સર્જાયું

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંતુરિયા ગામના 4 માછીમારો સામે ફરિયાદ

ભરૂચ તાલુકાના ઝનોર ગામના જજ્ઞેશ માછી ઝનોરથી બે બોટમાં માછી મારી કરવા ભાડભૂત ગયાં હતાં. દરમિયાનમાં રાહૂલ રણજીત માછીનીબોટ તણાતી આવતી હોઇ તેને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તેની બોટની લોથારી (લંઘર) ધંતુરિયા ગામના મહેશ જગદિશ વસાવાએ કાપી નાખ્યું છે. જેથી તેઓ બોટ લઇ ભાડભૂત ઓવારે પહોંચી મચ્છીનો માલ વેપારીને આપી બીજી લાથારી લેવા જવા નિકળ્યાં હતાં.

ભાડભૂત ખાતે પહોંચતાં મહેશે તેના અન્ય સાથી કાનજી જીવણ વસાવા, સંજય જેઠા વસાવા તેમજ અન્ય પાંચેક માણસોએ તેમની સાથે પુન: તકરાર કરી તેમની સાથે ઝઘડો કર્યો હતો. હૂમલાખોરોએ ધારિયાથી હૂમલો કરતાં જિજ્ઞેશને ઇજાઓ થઇ હતી. ઉપરાંત રાહૂલને પણ ઇજાઓ થઇ હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે કાનજી જીવણ વસાવા, સંજય જેઠા વસાવા મહેશ જગદિશ વસાવા તેમજ તેના અન્ય પાંચ સાગરિતો વિરૂદ્ધ ગુનો નોંધ્યોહતો.

અન્ય સમાચારો પણ છે...