આદેશ:ભરૂચ પાલિકા પ્રમુખના જાતિ પ્રમાણપત્રનો મુદ્દો વધુ વકર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટની સુનાવણીમાં જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે આદેશ
  • પ્રમાણપત્રનો સાઇન્ટીફિક રિપોર્ટ કરવા ભરૂચ કોર્ટનો પોલીસને આદેશ

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પદની ચુંટણી શરૂઆતથી જ વિવાદમાં રહી છે. અનુસૂચિત જાતિની પ્રમુખ પદની બેઠક હોવા છતાં ખોટા પ્રમાણપત્રના મુદ્દે અમિત ચાવડા સામે મોડે મોડે પણ કોર્ટના આદેશ બાદ ફરિયાદ દાખલ થઇ હતી. પરંતુ પ્રમાણપત્રના મુદ્દાના વિવાદ બાદ પણ સંગઠન દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યાં ભરૂચ એ ડિવિઝન પોલીસે અમિત ચાવડાની તરફેણમાં કરેલા રિપોર્ટ બાદ ભરૂચ કોર્ટે પણ મહત્વનું ફરમાન આપી ફેર તપાસ સોંપવનો આદેશ કર્યા છે.

તેમાં કોર્ટે જાતિના પ્રમાણપત્રનો સાયન્ટિફિક તકનીકી મુજબ રિપોર્ટ કરવો તથા ચૂંટણી અધિકારીનું નિવેદન લેવું. કોઈ પણ પ્રકારની કાનુની પ્રક્રિયા કર્યા વિના જાતિ પરિવર્તન કેવી રીતે થયું તેેવા અનેક મુદ્દાઓ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે. સમગ્ર પ્રકરણમાં હજુ તપાસ પૂર્ણ થાય ત્યાં જ હાઈકોર્ટે પણ પિટિશનરે કરેલી પિટીશનની સુનાવણી ગુરૂવારે થઈ હતી.

જેેમાં હાઈકોર્ટે સમગ્ર પ્રકરણમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાના જાતિના પ્રમાણપત્ર મુદ્દે 2018ના કાયદા મુજબ ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ખરાઇ કરવા માટે વિશ્લેષણ સમિતિ (સ્ક્રુટીનીટી કમીટી) સમક્ષ આઠ અઠવાડિયામાં તપાસ કરી આખરી નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે.

જેના પગલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જાતિના પ્રમાણપત્રનો મુદ્દો સતત પેચીદો બની ગયો છે. સમગ્ર પ્રકરણમાં પિટિશનરે દસ દિવસમાં સ્ક્રુટીનીટી કમીટી સમક્ષ જવા આદેશ અને સ્ક્રુટીનીટી કમીટીએ જાતિના પ્રમાણ પત્રના વેરિફિકેશન માટે આઠ અઠવાડિયામાં તપાસ કરી અરજદારને જાણ કરવાના આદેશો આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...