વિવાદ:ઉછીના રૂપિયાના મામલે બેપરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે બનેલી ઘટના
  • નબીપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રહેતી આશા નામની યુવતીએ પ્રેમ લગ્ન કર્યાં હતાં. જેના કારણે તેના પરિવારના સભ્યો તેનાથી નારાજ હોઇ તે શુક્લતીર્થ આવતી ન હતી. જોકે, આ સમયગાળા દરમિયાન તેની પિતરાઇ મામી રેખા મહેશ વસાવા સાથે સંબંધ ચાલુ હતાં.

તેની મામીએ તેની પાસેથી થોડા-થોડા કરીને રૂપિયા ઉછીના લીધાં હતાં. દરમિયાનમાં તેમની વચ્ચે તે રૂપિયા મુદ્દે બોલાચાલી થયાં બાદ મામલો ગરમાતાં તેની મામી રેખા તેમજ અન્ય કુટુંબીઓ ગણેશ સોમા વસાવા, ધની સોમા વસાવા તેમજ સોમા કેસુર વસાવાએ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનામાં રેખા મહેશ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, ઉછીના રૂપિયાને લઇને તકરાર થતાં તેની ભાણેજ આશા તેમજ તેના મામા નરેશે તેની સાથે ઝઘડો કરી તેને તેમજ તેનની નણંદ ધનીબેન તેમજ નણદોઇ સોમા વસાવાને પણ ઇજા પહોંચાડી હતી. નબીપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...