તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભાજપના મહિલા સભ્યની SC સમાજ વિરૂદ્ધ ટીપ્પણીનો મુદ્દો વધુ ગૂંચવાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાયેલા શૈલાબેન પટેલે સોશિયલ મીિડયામાં વિવાદિત પોસ્ટ મૂકી હતી
  • આગામી ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી થવાના એંધાણ
  • એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવા અનુસૂચિત જાતિના લોકોની રજૂઆત, 24 કલાકમાં ગુનો દાખલ ન થાય તો આંદોલન

ભરૂચ જિલ્લા અને શહેર ભાજપમાં ગત ચૂંટણી બાદ અનુસૂચિત જાતિનો મુદ્દો ક્યાંકને ક્યાંક ચર્ચામાં રહ્યો છે. તેમાંય હવે જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાયેલા બાજપના સભ્ય શૌલાબેન પટેલે બળતામાં ઘી હોમ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ચાર દિવસ પૂર્વે શૈલાબેન પટેલે અનુસૂચિત જાતિ અને ભારતીય બંધારણ અંગે ગંભીર ટીપણી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કરતાં અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

જેના પગલે અનુસૂચિત જાતિના લોકોએ મહિલા સભ્ય સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માગણી સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી. 24 કલાકમાં ગુનો દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.ભાજપના ચૂંટાયેલા મહિલા સભ્યએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં અનુસૂચિત જાતિના લોકોની બદનામી થાય તેવી પોસ્ટ મૂકી હતી. મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ શૈલાબેન પટેલ પોતે અપલોડ કરેલી પોસ્ટ તાત્કાલિક ડીલીટ કરી દીધી હતી.

શૈલાબેને રજુ કરેલી પોસ્ટ ઉપરથી એવું સાબિત કરવા માંગે છે. ભારતીય બંધારણની ઉપરવટનો કાયદો શૈલાબેન ઘડવા જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યાનું અનુસૂચિત જાતિના લોકોએ આક્ષેપ કર્યા છે. ભારતીય બંધારણનું અપમાન પણ થયું હોવાનો પણ ઉલ્લેખ કરી ઝાડેશ્વર ગામના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોએ એટ્રોસિટી અને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી કરી છે. જેથી ફરી આવા છટકી ગયેલા ભાજપના હોદ્દેદારોની શાન ઠેકાણે આવે. આગામી 24 કલાકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો નાછુટકે ઉગ્ર આંદોલન કરવું પડે તેવી ચીમકી પણ અનુસૂચિત જાતિના લોકોએ ઉચ્ચારી છે.

મોડે મોડે ભાન થતાં શૈલાબેન પટેલે પોસ્ટ ડિલીટ કરી
ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાયા શૈલાબેન પટેલે અનુસૂચિત જાતિના લોકોની ટિપ્પણી કુરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જેના કારણે અનુસૂચિત જાતિના લોકો રોષે ભરાયા હતા. તાત્કાલિક શૈલાબેન પટેલે સોશિયલ મીડિયા ઉપરથી પોતે મૂકેલી પોસ્ટ દૂર કરી માફી માંગી હતી.અનુસૂચિત જાતિના લોકોનું વારંવાર નેતાઓ અપમાન કરતા હોવાના કારણે શૈલાબેન પટેલ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકો સી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા.

શૈલાબેનની માનસિકતા સામે AAP મેદાને, કલેકટરને રજૂઆત કરી
ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાયેલા મહિલા સભ્ય શૈલાબેન પટેલે અનુસૂચિત જાતિ અને લઘુમતી આ અંગે સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકી હતી જેની સામે સમગ્ર સમાજ અને રાજકીય પક્ષોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો આમ આદમી પાર્ટીએ પણ શૈલાબેન પટેલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે ભરૂચ કલેકટરને રજૂઆત કરી હતી અને આવી માનસિકતા ધરાવતા હોદ્દેદારોનું તાત્કાલિક રાજીનામું લઇ લેવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...