તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:તબીબો ઉપર થતા હુમલા અંગે કાળા કપડાં પહેરી IMAએ વિરોધ દર્શાવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPC અને CRPC સાથે સેન્ટ્રલ એક્ટની પણ માંગ
  • ભરૂચના તમામ તબીબો વિરોધમાં જોડાયા હતા

દેશમાં તબીબો પર વધી રહેલા હુમલાના વિરોધમાં ભરૂચમાં ઈન્ડિયન મેડિકલ એસોશિયેશનના તબીબોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.તબીબોએ સિવિલ હોસ્પિટલને પ્રોટેકટ ઝોન જાહેર કરવાની માંગણી કરી છે.

ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ એસોશિયેશનના તબીબોએ દેશમાં તબીબો ઉપર થતા હુમલાને રોકવાની માંગ સાથે દેખાવો કર્યા હતાં.ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોશિયેશન પ્રમુખ ડો.દુષ્યંત વરીયાએ જણાવ્યું હતું કે,તબીબો પર હુમલો કરનારાઓને 10 વર્ષની કેદ, હોસ્પિટલોમાં સુરક્ષાકર્મીઓ પુરા પાડવા તથા હેલ્થકેર પ્રોટેકશન એકટ બનાવવી જોઈએ. તબીબોની સલામતી માટે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.વધુમાં આઇએમએ માંગ છે કે,આઇપીસી અને સીઆરપીસી સાથે સેન્ટ્રલ એક્ટ બનાવાની પણ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...