કેવડિયા બન્યું એકતાનગર:દેશ અને દુનિયાના નકશામાં અંકિત SOU કેવડિયા રેલવે સ્ટેશનની ઓળખ બદલાઈ બન્યું ભારતનું 'એકતા નગર'

નર્મદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ વિરાટ એકતાની પ્રતિમાનું સ્થળ કેવડીયા રેલવે સ્ટેશન નવી ઓળખ સાથે નવું નામકરણ એકતા નગર રેલવે સ્ટેશનનું લગાવાયું બોર્ડ

વિશ્વ સ્તરે કેવડિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન 37 પ્રોજેક્ટો થકી ખ્યાતિ મળ્યા બાદ હવે દેશના પહેલા ઇકોફ્રેન્ડલી કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી ભારતના 'એકતા નગર' તરીકે નવી ઓળખ અપાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી કેવડિયા પ્રવાસન ધામ દેશ અને દુનિયાના નકશામાં અંકિત થઈ ગયું હતું. વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ Statue Of Unity ને સાકાર કર્યા બાદ અહીં એક બાદ એક આકર્ષણો ઉમેરાતા ગયા છે. કેવડિયા SOU રેલવેના ભૂમિપૂજન સમયે જ સંકેત અપાયો હતો કે ભવિષ્યમાં કેવડિયા ભારતના એકતા નગર તરીકે પ્રચલિત થશે અને આજે તે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં SOU થકી એકતા UNiTY તરીકે જગપ્રસિદ્ધ થઈ ગયું છે.

રેલવે સ્ટેશન પર એકતાનગર (Ekta Nagar) નું બોર્ડ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં લગાવી દેવામાં આવ્યું છે. જોકે સ્ટેશનની ત્રણ માળની ગ્રીન બિલ્ડીંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જોવા મળી રહ્યું છે. માત્ર સ્ટેશનના તમામ પ્લેટફોર્મના બન્ને છેડા એકતા નગરના બોર્ડ લગાવી દેવાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અત્યાર સુધી દેશમાં અલ્હાબાદ રેલવે સ્ટેશનનું પ્રયાગરાજ, હબીબગંજનું રાણી કમલાપતિ, ફૈઝાબાદનું અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન નામ કરવામાં આવ્યું હતું. હવે દેશના પેહલા ગ્રીન અને ફાસ્ટેટ નિર્માણ પામેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ એકતા નગર કરી દેવાયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યારબાદ કેવડિયા રેલવે સ્ટેશન સમયે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, PM નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતે ભવિષ્યના ભારતનું કેવડિયા SOU એકતા નગર બની રેહશેનું ભવિષ્ય આંકવામાં આવ્યું હતું. જે આજે સાચું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...