કાઉન્સિલીંગ:પતિએ નશામાં ઘરમાંથી પત્નીને કાઢી મૂકતા 181ની મદદ માંગી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પતિ રોજ દારૂ પીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો

ભરૂચ શહેરમાં રહેતી સીતા (નામ બદલ્યું છે) યુવતીના લગ્ન થયા હતા.પરંતુ તેનો પતિ રોજ દારૂ પીને આવીને તેને મારપીટ કરીને માનસીક ત્રાસ આપતો હતો.નોકરી ઉપર પર નહીં જઈને ઘર ખર્ચ માટે પણ રૂપિયા પણ નહીં આપીને દારૂ પીને કાયમ હેરાનગતિ કરતો હતો.અગાઉ ત્રણ મહીના પહેલા સીતાને તેના પતિએ દારૂના નશાની હાલતમાં તેને મારમારીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

સીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદની માગ કરી હતી. સીતાનો કોલ મળતા જ 181 ની ટીમે તેની પાસે પહોંચીને તેનું કાઉન્સીલીંગ કર્યું હતું.જેમાં તેના પતિ દ્વારા અનેક વાર તેને મારઝૂડ કરીને માનસિક અને શારિરીક ત્રાસ અપાવામાં આવે છે.

ટીમે મહિલાને સાંભળ્યા બાદ તેના પતિને મળીને તેનું કાઉન્સિલીંગ કરીને તેને સમજાવ્યો હતો કે, તે દારૂપીને પત્ની સાથે મારપીટ કરે છે તે યોગ્ય નથી.દારૂના પીવો જોઈએ નહિ જેથી માણસનું જીવન બરબાદ થઈ જતું હોય છે.પત્નીને સારી રીતે ઘરમાં રાખીને તેને ઘરખર્ચ માટે રૂપિયા પણ આપવા જોઈએની સમજણ આપી હતી.જેથી સીતાના પતિએ તેની માફી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...