આક્ષેપ:દેત્રાલના સરપંચના પતિએ મંદિરનું સ્થળાંતર કરી પોતે બંગલો બનાવ્યો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી આવતી હોય અા બાબતને રાજકીય મુદ્દો બનાવાયો છે : મહંત

દેત્રાલ ગામના ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ નામથી ટ્રસ્ટ આવેલું છે.આ ટ્રસ્ટની જુદી જુદી 6 મિલકતો હોવાનું જણાવ્યુ છે,શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવલો છે.

પરંતુ દેત્રાલ ગામે વર્ષ 2010 ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્નિ દેત્રાલ ગામના છેલ્લા 25 વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા.તેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુર ઉપયોગ કરી બોગસ કાગળો ઉભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા. તેમજ ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા.

તેમજ ગેરકાયદેસર બગલો બાંધી લીધો હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા.આ અંગે દેત્રાલના સરપંચના પતિ ગજાનંદ મહંતે જણાવ્યું હતું કે,હવે આ રામજી મંદિર ઘર મંદિર જ હતું પરંતુ તે જર્જરિત હતું અમારા ઘરે લઈ જવાનું કહેતા તે સમયે ગ્રામજનો દ્વારા અહીંયા જ રાખવા જણાવ્યું હતું.અમે લોકોની માંગણીઓ સ્વીકારીને મંદિરને પાદરે મહાદેવના મંદિરેની બાજુમાં રહેવા દીધું હતું.પરંતુ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એટલે આ મંદિરને મુદ્દો બનાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...