તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ-પત્ની ઔર વોનો કિસ્સો:પતિએ પ્રેમિકાને ઘરમાં રાખી પત્નીને કાઢી મૂકી

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ 181ની મદદથી પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ભરૂચમાં શહેરમાં વધુ એક પતિ-પત્ની ઓર વો નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.શહેરના એક વિસ્તારમાં રહેતા રાકેશ ( નામ બદલ્યું છે) અને સવિતા ( નામ બદલ્યું છે ) દાંમ્પત્ય જીવન સુખમય ગુજારતા હતા.પરંતુ આ સુખ થોડા દિવસોમાં જ દુઃખમાં પરિવર્તિત થયું ગયું છે.જેનું કારણ એ હતું કે,મહેન્દ્રના જીવનમાં પરસ્ત્રી આવતા બંનેય વચ્ચે આડા સંબંધ બંધાઈ ગયો હતો.આ વાતની સવિતાને જાણ થતા રાકેશ સાથે અવાર- નવાર ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા.

જે અંગે સવિતાએ તેના પરિવારજનોને તેના પતિના સંબંધ વિષે વાત કરતા તેઓએ રાકેશને આ બાહ્ય સંબંધ તોડી નાખવા સમજાવ્યો હતો.પરંતુ તેણે કોઈ નહીં સાંભળીને પણ આ સંબંધ ચાલુ રહ્યો હતો.પરંતુ થોડા દિવસ પહેલા રાકેશ તેની પ્રેમિકાને પોતાના ઘરમાં લઇને આવ્યો હતો.જેનો સવિતાએ વિરોધ કરતા તેને ઘરમાંથી બહાર નીકળી જવા જણાવતા તે ચોકી ગઈ હતી.

સમગ્ર મામલે તૂટી ગયેલી સવિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માંગી હતી.કોલ મળતા જ 181ની રેસ્ક્યુ ટીમે સ્થળ ઉપર પહોંચી રાકેશને અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા સમજાવ્યો હતો.પરંતુ રાકેશે ટીમની કોઈ પણ વાત સાંભળ્યા વગર તે આ મહિલાને પોતાના ઘરમાં જ રાખવા જણાવ્યું હતું.જેથી 181ની ટીમે સવિતાને સાથે લાવીને પતિ રાકેશ વિરૂઘ્ધ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...