તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સુતરેલ ગામની યુવતીને પતિએ ત્રણવાર તલાક કહી સંબંધ તોડ્યાં

ભરૂચ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભરૂચમાં ત્રિપલ તલાકના આરોપસર પ્રથમ ગુનો નોંધાયો
 • સંતાન ન થતાં સાસરિયા શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા

ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકનો પ્રથક કિસ્સો વાગરામાં બન્યો હતો. પતિએ પત્નીને ત્રણવાર તલાક કહીં તરછોડીને જતો રહ્યો હતો. જેથી તેણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વાગરાના સુતરેલ ગામે રહેતાં મહમદ ઇબ્રાહિમ પટેલની પુત્રી સુમૈયાના લગ્ન વર્ષ 2010માં વડોદરાના તાંદલજા ખાતે ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતાં રિઝવાન નજીર પટેલ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદથી જ તેના પતિ અને સાસુ દ્વારા મહેણાટોણાં મારી ઝઘડાં કરતાં હતાં.સંતાન નહીં થતાં તે મુદ્દે પણ વારંવાર ઝઘડા કરતાં હતાં.

દરમિયાનમાં વર્ષ 2015માં સુમૈયાના પિયરના સંબંધીને ત્યાં લગ્ન હોઇ તેના પતિએ તું લગ્નમાં જા તેમ કહીં તેને પિયરે મોકલી આપી હતી. બાદમાં તેને લેવા જ અવ્યાં ન હતાં. જે બાદ અનેકવાર સાસરીએ જવા માટે તેઓએ પ્રયાસ કરતાં તેના પતિ અને સાસુ દ્વારા નહીં આવવા કહી ધમકાવતાં હતાં. અરસામાં ગત 5મી ફેબ્રુઆરીએ તેના પતિ રિઝવાને તેના સુમૈયાના પિયરે આવી હું તને તલાક આપું છું તેમ પરિવારજનો સામે કહીં ત્રણવાર તલાક બોલી ત્યાંથી જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો