તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેગવંતુ વેક્સિનેશન:ભરુચ જીલ્લામાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે સૌથી વધુ 26 હજાર 318 લોકોએ કોરોનાની રસી લીધી

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું પ્રથમ 85 ટકા વેક્સિનેશન કેન્દ્ર બન્યું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સ્થિત વેક્સિનેશન સેન્ટર ખાતે અત્યાર સુધી 26 હજારથી વધુ લોકોએ કોરોનાની રસી મૂકવામાં આવતા ભરુચ જીલ્લાનું પ્રથમ વેક્સિનેશન કેન્દ્ર બન્યું છે.

કોરોના મહામારી વચ્ચે ભરુચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માર્ચ મહિનામાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભરુચ જિલ્લાના નવ તાલુકામાં સી.એચ.સી. અને પી.એચ.સી કેન્દ્ર ખાતે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે પણ કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગોમાં કામ કરતાં કર્મચારીઓ,અધિકારી તેમજ નોટિફાઇડ વિસ્તારમાં રહેતા રહીશોને કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે ત્યારે માર્ચ મહિનાથી અત્યાર સુધી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના રસીકરણ કેન્દ્ર ખાતે 26 હજાર 318 લોકોએ કોરોનાની રસી મૂકવી છે. આ કેન્દ્ર ખાતે 85 ટકા લોકોએ કોરોનાની રસી લીધી છે જેનાથી આ કેન્દ્ર ભરુચ જીલ્લામાં પ્રથમ કોરોના રસીકરણ કેન્દ્ર બન્યું છે, જે કેન્દ્ર બાદ ખરોડ પી.એચ.સી ખાતે 26 હજાર 213,શુકલતીર્થ રસીકરણ કેન્દ્ર ખાતે 23 હજાર 698,સજોદ ખાતે 22 હજાર 865 અને દેરોલ પી.એચ.સીમાં 20 હજાર 807 લોકોએ કોરોનાની રસી લીધી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે અંકલેશ્વર ખાતે સંભવિત કોરોનાની ત્રીજી લહેર પૂર્વે વેકસીન રૂપી કવચ મેળવી સજ્જ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...