ગરમીનો પ્રકોપ:ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત, આજે 42 ડીગ્રી તાપમાન નોંધાયું

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમીના લીધે રસ્તાઓ સુમસાન બન્યા

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. આજે મહત્તમ તાપમાન 42 ડીગ્રી નોંધાયું હતું. કાળઝાળ ગરમીના લીધે બપોરના સમયે લોકોએ ઘર કે ઓફિસમાં રહેતા રસ્તાઓ સુમસાન બન્યા હતા.

ઉનાળો તેના મધ્યે પહોચવાની તૈયારીમાં છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આજરોજ ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી નોંધાયું હતું. ગરમ પવનના કારણે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો.

અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સમયે લોકોએ ઓફિસમાં કે ઘરમાં જ પૂરી રહેવું પડ્યું હતું અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. બપોરના સમયે તો એ.સી. અને પંખા પણ જાણે હાંફી ગયા હતા. ન છૂટકે બહાર નીકળેલ વ્યક્તિઓએ ઠંડા પીણા, શેરડીનો રસનો સહારો લેવો પડ્યો હતો. તો મજૂર વર્ગની હાલત પણ કફોડી બની ગઈ હતી. પશુ પંખીએ પણ બપોરના સમયે ઠંડકમાં રહેવાનું પસંદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...