તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:આરોગ્ય વિભાગના ચોપડે મૃત્યુઆંક માત્ર 23, અન્ય 95 કોરોના સંક્રમિત છતાં યાદીમાં સામેલ નહીં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાના 118 મોત
  • અંક્લેશ્વર 7, ઝઘડિયા 3 અને ભરૂચ -હાંસોટમાં 2-2 કેસ નોંધાયાં
  • ડેથ ઓડિટમાં અંક્લેશ્વરના બે દર્દીના કોરોનાથી મોતનો ખુલાસો

ભરૂચ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર બેકાબૂ બન્યો છે. અગાઉ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હવે કોરોના સંક્રમિત લોકોના મોતનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ડેથ ઓડિટના નામે મોતનો આંકડો છુપાવવાનો કારસો યથાવત છે. ભરૂચ જિલ્લાના કોરોના સંક્રમિત લોકોના મોતનો બિનસત્તાવાર આંકડો સદી વટાવીને 118 પર પહોચ્યો છે. જેમાં ભરૂચમાં સારવાર દરમિયાન 62 લોકોના અને વડોદરામાં 54 લોકોના મોત નિપજ્યા છે.

30 જુન સુધીના 82 દિવસોમાં 11 કોરોના સંક્રમિત દર્દીઓના મોત
ભરૂચ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ 9 એપ્રિલે નોંધાયો હતો અને કોરોના સંક્રમિત દર્દીનું પ્રથમ મોત 19 એપ્રિલના રોજ થયુ હતુ. 30 જુન સુધીના 82 દિવસોમાં 11 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા હતા. જ્યારે 1લી જુલાઇથી 4 ઓગષ્ટ સુધી છેલ્લા 35 દિવસોમાં વધુ 105 લોકોના મોત નિપજ્યા છે. ડેથ ઓડિટમાં હાલ 23 લોકોના જ મોત થયાનું આરોગ્ય વિભાગ ભોપાળુ વગાડે છે. આ આંકડો ભરૂચ અને વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા તેમનો જ છે. ભરૂચ અને વડોદરા સિવયાના જિલ્લાઓમાં ભરૂચના લોકોના મૃત્યુંઆંક વિશે આરોગ્ય વિભાગ મૌન છે.

સરકારી ચોપડે જિલ્લામાં કોરોના પોઝિટિવ અને મૃત્યુઆંકની વિગત
તાલુકોકેસમૃત્યુ
ભરૂચ17601
આમોદ3101
જંબુસર4102
વાલિયા2800
ઝઘડિયા4100
અંક્લેશ્વર15003
વાગરા1901
નેત્રંગ1600
હાંસોટ6102
કુલ56310
પાલિકાકેસમૃત્યુ
ભરૂચ16305
આમોદ2402
જંબુસર9303
અંક્લેશ્વર16103
કુલ44113

3 મહિનામાં 11 મોત ,છેલ્લા 3 દિવસમાં 14 મોત
એપ્રિલ,મે અને જુન એમ 3 મહિનાઓમાં 11 કોરોના સંક્રમિત લોકોના મોત નિપજ્યા હતા. જુલાઇમાં 91 મોત જ્યારે ઓગષ્ટ મહિનાના શરૂઆતના થયાને છેલ્લા 3 દિવસોમાં ભરૂચ અને વડોદરામાં સારવાર લઇ રહેલા 14 કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજ્યા હતા.

કોરોના પોઝિટિવ આવ્યાં બાદ મોતને ભેટેલાનો આંક
તારીખ
જુલાઇ
ભરૂચમાં
મોત
વડોદરામાં
મોત
0111
0201
0421
0621
0711
0820
0920
1030
1111
1242
1413
313
1711
1833
1904
2004
2103
2224
2303
2403
2602
2721
2821
2903
3033
3181
ઓગષ્ટ
0130
0225
0351
0410
કુલ5354

અન્ય સમાચારો પણ છે...