તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Hawkers, Including More Than 9,000 Traders And More Than 750 Lorry Holders In Ankleshwar, Will Have To Issue Vaccine Certificates.

ફરજીયાત વેક્સિન:અંકલેશ્વરના 9 હજારથી વધુ વેપારીઓ અને 750થી વધુ લારી ધારકો સહિત ફેરિયાઓએ વેક્સિન સર્ટી રજુ કરવું પડશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈ સુધી વેક્સિનનો પહેલો ડોઝ મૂકવાનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું

અંકલેશ્વર નગરપાલિકા મુખ્ય અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વેપારીઓને તારીખ-.10 જુલાઈ સુધી વેક્સિનનો પહેલો ડોઝ મૂકવાનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. વેક્સિન લીધી ન હોય તેવા વેપારીઓ સામે જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકા કચેરી ખાતે હાલ 9500 થીવધુ કોમર્શિયલ દુકાન ધારકો, 750થી વધુ લારી ગલ્લા ધારકો અને છૂટક વેપારીઓ રજીસ્ટર થયા છે. પાલિકા દ્વારા ચેકીંગ દરમિયાન સંસ્થાઓના સંચાલકો અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓએ લીધેલી રસીનું પ્રમાણપત્ર બનાવવાનું રહેશે અને રસી ના લીધી હોય તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અંકલેશ્વરના વેપારી કલ્પેશ તેલવાળાએ જણાવ્યું હતું કે, સરકારનો ફરજીયાત વેક્સિનનો નિર્ણય આવકારદાયક છે પરંતુ તેની પુરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે કારણ કે, અંકલેશ્વરમાં 10 હજાર જેટલા નાના મોટા વેપારીઓ છે જેની સામે માત્ર 3 વેક્સિનેશન સેન્ટર છે જે પૂરતા નથી. તેઓએ જણાવ્યું હતું કે, વેપારીઓ માટે અલગ સેન્ટર ફાળવવામાં આવે તો વધુમાં વધુ વેપારીઓ તેનો સમયસર લાભ લઇ શકે.

અન્ય સમાચારો પણ છે...