ચોરી:કંપનીમાંથી ડોરે મટિરીયલ ચોરી કરનાર કર્મીને ગાર્ડે ઝડપી પાડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજની બિરલાકોપર કંપનીમાં બનેલી ઘટના
  • ડોરે મટિરીયલ હેન્ડ ગ્લોવ્ઝમાં સંતાડ્યો હતો

દહેજમાં આવેલી બીરલા કોપર કંપનીમં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં એક કામદારે પ્લાન્ટમાંથી 41 હજારની મત્તાનું ડોરે મટિરીયલ (સોનુ-ચાંદીનો ગઠ્ઠો) તેના ગ્લોવ્ઝમાં સંતાડી ચોરી કરી લઇ જવાની ફિરાકમાં હતો. જેને સિક્યુરિટી ગાર્ડે ચેકિંગ વેળાં ઝડપી પાડ્યો હતો.

દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીમાં સિક્યુરિટી અફિસર તરીકે ફરજ બજાવતાં રાજેશ કામેશ્વર સિંગે નિત્યક્રમ મુજબ કંપનીમાં નોકરીએ આવતાં-જતાં લેબરોનું એસઓપી મુજબનું દૈનિક ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે વેળાં હરિપ્રસાદસિંગ શિવાલક ગૌડ (હાલ રહે. બિરલા કોપર લેબર કોલોની, વાગરા. મુળ રહે.જેસિંગનગર, મધ્યપ્રદેશ) નું ચેકિંગ કરાઇ રહ્યું હતું તે વેળાં તેણે તેના ગ્લોવ્ઝ બાજુમાં કાઢી મુક્યાં હતાં. સિક્યુરિટી ગાર્ડે તેનું ચેકિંગ કરતાં તેની પાસે કાંઇ મળ્યું ન હતું. દરમિયાનમાં તેના હેન્ડ ગ્લોવ્ઝને મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં તેમાં કોઇ વસ્તું હોવાનું જતાં તપાસ કરતાં તેમાંથી ડોરે મટિરિયલ મળી આવ્યો હતો. જે ગઠ્ઠાનું પરિક્ષણ કરતાં તેમાં 14.20 ટકા સોનુ અને 83.64 ટકા ચાંદી હોવાનું જણાયું હતું. જેથી તેણે કંપનીમાંથી કુલ 41 હજારની મત્તાનું 57.75 ગ્રામ ડેરો મટિરીયલ ચોરી કરવાની કોશિષ કરતાં તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદનોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...