ઉમેદવારોનો રાફડો:જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો રાજકીય રંગ જામ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવા છેલ્લા દિવસે ઉમેદવારોનો રાફડો
  • ભોલાવ-નંદેલાવમાં ત્રિ-પાંખીયો જંગ જામશે

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થાય બાદ પુનઃ એક વાર રાજકીય માહોલ જામી.ગયો છે.દરેક સરપંચના ઉમેદવારો પોતાના સભ્યો ઉમેદવારોને શોધી ફોર્મ ભરાવી રહ્યા છે.4 થી ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય બાકી રહેલા.ઉમેદવારોની પણ ફોર્મ ભરવાની હોડ લાગી છે.

ભરૂચમાં નંદેલાવ, ભોલાવ પંચાયતમાં પેનલો વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે. ત્યારે છેલ્લા દિવસે ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય વિકાસ પેનલના સરપંચના ઉમેદવાર અને સભ્યોએ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલના આશિર્વાદ મેળવ્યા બાદ ભોલાવ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જનાદેશ મેળવવા 24 ઉમેદવારો અને સરપંચ સહિત ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જેમાં.મોટી સંખ્યામાં ગ્રામજનો અને ટેકેદારો તાલુકા પંચાયત પર હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...