તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૈપ્પી બર્થડે ગોલ્ડન બ્રીજ:ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 140 વર્ષનો થયો, વર્ષ1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ અને અંકલેશ્વરની કરોડરજ્જુ એટલે ગોલ્ડન બ્રીજ
  • ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રીજ તો બની રહ્યો છે

ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 140 વર્ષનો થયો છે. વર્ષ 1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો. અનેક તડકા છાંયા જોઇ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ અડીખમ છે.

ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો
ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ. ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો.

ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રીજ તો બની રહ્યો છે.
પરંતુ સમય જતા તેના પરથી વાહનોની આવન જાવન શરુ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રીજ કરોડરજ્જુ સમાન બની ગયો છે. દક્ષીણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 140માં જન્મ દિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રીજ તો બની રહ્યો છે. પરંતુ તે ક્યારે ખુલ્લો મુકાય છે તેની સહુ રાહ જોઈ રહ્યાં છે. ત્યાં સુધી અને ત્યાર બાદ પણ ગોલ્ડન બ્રીજ તો સહુના દિલમાં જ વસેલો રહેશે.

ગોલ્ડન બ્રિજ અને તેની સાથે જોડાયેલ કાળ ક્રમ
- 7 ડિસેમ્બર 1877માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત - 16 મે 1881માં બ્રિજમાં રેલ્વે પરિવહન શરૂ - 21 ડિસેમ્બર 1995 બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલવે બ્રિજ શરુ - 20 એપ્રિલ 1977 સુધી જૂનો નેશનલ હાઇવે નંબર 8 તરીકે કાર્યરત અને ભારદારી વાહનો ત્યારબાદ પ્રતિબંધ લદાયો

બ્રિજની સફાઈ પરત્વે પણ તંત્રની ઉદાસીનતા
ભરૂચ અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રિજના લોખંડના સ્ટ્રક્ચરમાં વરસાદી પાણી હાલ કેટલા બ્લોકમાં છલોછલ જોવા મળી રહ્યું છે. તેનો નિકાલ અટકી જતાં તે ત્યાં જ સ્થાયી થઈ ગયું છે જે ધીરેધીરે લોખંડને કાટ ચડવાની સાથે તેની સાથે જોઈન્ટ ગડરોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો કેટલા બ્લોકમાં માટીના થર જામ્યા જોવા મળી રહ્યા છે. -

અન્ય સમાચારો પણ છે...