રાજકોટના નવા થોરાળા ખાતે રહેતાં ચિંતન નિતીન વ્યાસ દહેજની કંપનીમાં નોકરી કરતો હોઇ હાલમાં તે ઝાડેશ્વર રોડ પર અવેલાં શ્રીજી દર્શન કોમ્પલેક્ષ ખાતે રહે છે. તેની સાથે તેના અન્ય મિત્રો મળી કુલ 6 જણાં રહેતાં હતાં. સોમવારે સવારના સમયે ચિંતન અને તેનો મિત્ર પરેશ નકુમ નોકરીએ જવા માટે ઉઠતાં પરેશનો મોબાઇલ તેમજ પર્સ જણાયાં ન હતાં. જેથી તેણે ચિંતનને તેના મોબાઇલથી તેના મોબાઇલ પર ફોન કરવા કહેતાં ચિંતન તેનો મોબાઇલ લેવા જતાં તેનો મોબાઇલ પણ મળ્યો ન હતો.
જેના પગલે તેમનો એક રૂમ પાર્ટનર હરદિપસિંહ સવારે જનરલશિફ્ટમાં જવા માટે નિકળી ગયો હોઇ તેણે મકાનનો દરવાજો ખુલ્લો રાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તેનું બેગ પણ ખુલ્લુ હોવાનું જણાતાં તેને ફોન કરી પુછપરછ કરતાં તેણે પણ તેનો લેપટોપ બેગમાં જ મુક્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે તપાસ કરતાં કોઇ ચોરે ઘરમાં પ્રવેશી બે મોબાઇલ તેમજ એક બેગ અને લેપટોપ મળી કુલ 30 હજારથી વધુની મત્તાની ચોરી કરી હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.