તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:પેટ્રોલ પંપ પર ચલણી નોટો બદલી આપવાનું કહી ગઠિયો રૂ.68 હજાર લઇ ફરાર થઈ ગયો

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર અને હાંસોટ પેટ્રોલ પંપ એક સરખી મોડસ ઓપરેન્ડી અપનાવી

અંકલેશ્વર અને હાંસોટ પેટ્રોલ પંપ એક સરખી મોડસ ઓપરેન્ડી અપનાવી ગઠિયો છેતરપિંડી કરી ફરાર થઇ ગયો છે. જેમાં પેટ્રોલ પંપ પર ચલણી નોટો બદલી આપવાનું કહી ગઠિયો રૂ.68 હજાર લઇ ફરાર થઈ હતો. જેમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

નોટો બદલવા આવેલો ગઠિયો મોપેડ લઈને ફરાર થઈ ગયો

હાંસોટ તાલુકાનાં દાંત્રાઈ ફળિયામાં રહેતા રાકેશભાઈ ઠાકોરભાઈ પટેલ હાંસોટ રિલાયન્સ પેટ્રોલ પંપ પર ફિલર તરીકે નોકરી કરે છે. ગત તારીખ-5મી જૂનના રોજ તેઓ પંપ પર હાજર હતા તે દરમિયાન સાંજના સમયે એક ઈસમ નંબર પ્લેટ વિનાની ગાડી લઈને આવ્યો હતો. અને બસોની નોટને બદલે 500 કે 2 હજારની નોટ આપવા જણાવ્યુ હતું. જેણે થોડી વાર પછી આવવા જણાવ્યુ હતું. જે બાદ તે ઈસમ પેટ્રોલ પંપના સંચાલક અને મેનેજર સાથે વાત થઈ હોવાથી ચલણી નોટો આપવા જણાવ્યુ હતું.

ગલ્લા પરથી રૂપિયા લઈ લેવા પંપના કર્મચારીને જણાવ્યુ

કર્મચારીએ તે ઇસમને 40 હજાર રૂપિયા કેસ આપતા તેણે માર્ગ ઉપર ઉભેલી કારમાં બેઠેલા ભરતભાઈ પાસે લઈ લેવાનું કહ્યું હતું. કર્મચારી તે ઈસમ પાસે જતાં તે ભરતભાઈ ન હોવાનું જણાવ્યુ હતું. જે બાદ નોટો બદલવા આવેલો ગઠિયો મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. તો આવી જ રીતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે આવેલા પટેલ ટ્રાવેલ્સ પ્રાઈવેટ કંપનીના પેટ્રોલ પંપ ખાતે પંપના કર્મચારીઓ હાજર હતા.

છેતરપિંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગત તારીખ-5મી જૂનના રોજ નંબર પ્લેટ વિનાની મોપેડ લઈને આવેલા ઈસમે પંપના મેનેજર ગૌરાંગ પરીખે મોકલેલો હોવાનું કહી 100ની નોટ બદલે 500-500ની નોટ આપવાનું કહી 28 હજાર લઈ અન્ય કર્મચારીને મોપેડ પર બેસાડી ડિસેંટ હોટલ ખાતે લઈ ગયો હતો. અને ગલ્લા પરથી રૂપિયા લઈ લેવા પંપના કર્મચારીને જણાવ્યુ હતું. અને મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં છેતરપિંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...