ઘેલો ઉત્સવ:ભરૂચમાં રહેતા ગડરિયા સમાજે સિંધવાઈ માતાના ઘેલો ઉત્સવની ઉજવણી કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગડરિયા સમાજ દ્વારા છેલ્લા 121 વર્ષથી ચૈત્ર મહિનાની બારસ અને તેરસે ઘેલો ઉત્સવ ઉજવે છે
  • ઘડામાંથી પાણી રેડતા રેડતા સિંધવાઈ માતા મંદિરે ત્યાંથી જૂની સિંધવાઈ પહોંચી હવન અને ભોગ ધરાવાઈ છે

ભરૂચમાં વસતા ગડરિયા સમાજે 121 વર્ષથી સિંધવાઈ માતાના ઉજવાતા ઘેલો ઉત્સવની ઉજવણી કરી હતી. ભરૂચમાં વર્ષ 1900 માં પ્લેગની મહામારી વચ્ચે ગડરિયા સમાજના એક વૃદ્ધાને સિંધવાઈ માતા આવ્યા હતા. જેઓએ વિસ્તાર છોડી માતાના શરણે આવવા જણાવ્યું હતું. વૃદ્ધાની પાછળ પાછળ પાણીનો ઘડો લઈ સમાજ નીકળી ગયો હતો. ત્યારથી ભરૂચમાં ગડરિયા સમાજ પરસ્તી વર્ષ ચૈત્ર મહિનાની બારસ અને તેરસે સિંધવાઈ માતાનો ઘેલો ઉત્સવ ઉજવે છે.

મળસ્કે નર્મદાના નીર ઘડામાં ભરી તેઓ સિંધવાઈ માતાના મંદિરે બળિયા દેવ પાસે આવે છે. જ્યાંથી ઘડામાંથી પાણી રેડતા રેડતા સિંધવાઈ માતા મંદિરે ત્યાંથી જૂની સિંધવાઈ પહોંચી હવન અને ભોગ ધરાવાઈ છે. સાંજે પ્રસાદી લઈ સમાજના સૌ કોઈ લોકો છુટા પડે છે.

અન્ય સમાચારો પણ છે...