તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મિત્રએ વેફર નહીં આપતાં કૂહાડીનો ઘા ઝીંકી દીધો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આમોદની સમા ચોકડી પર બનેલી ઘટના

આમોદની સમા ચોકડી ખાતે લાકડા કાપવા જવા માટે ભેગા થયેલાં મિત્રો પૈકી એક મિત્રએ વેફર ખરીદી તેના અન્ય બે મિત્રોને વેફર આપી હતી. જ્યારે એકને નહીં આપતાં તેણે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો ઉચ્ચારી કૂહાડીથી તેના પગમાં ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના મિત્રોએ તેમને છોડાવી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો.

આમોદના નવા વાડિયા ગામે રહેતો કિરણ રાયસંગ વસાવા તેના ગામના અન્ય મિત્રો નરેશ અરવિંદ વસાવા, કિરીટ નગીન વસાવા તેમજ રાકેશ, અનિલ, કમલેશ અને અક્ષય દાંદા ગામે લાકડા કાપવા જવા નિકળ્યાં હતાં. તેઓ મિત્રો સમા ચોકડી પાસે ઉભા રહી વાહનની રાહ જોઇ રહ્યાં હતાં. તે વેળાં નરેશે દુકાનમાંથી વેફર ખરીદી કિરણ તેમજ અનિલને વેફર ખાવા આપી હતી. જોકે, તેણે તેમની સાથેના કમલેશ ઠાકોર વસાવાને વેફર નહીં આપતાં તે અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાંની કૂહાડીથી નરેશના પગમાં ઘા કરી ગંભીર ઇજઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો