વરસાદ વચ્ચે વાનરનું રેસ્ક્યૂ:ભરૂચના પાલેજમાં તારથી વીંટળાયેલા વાનરનું વનવિભાગે રેસ્ક્યૂ કરી સારવાર આપી

ભરૂચ3 મહિનો પહેલા
  • વાનરના શરીર ઉપર વીંટળાયેલા તાર પકડથી કાપી તેને દર્દમાંથી મુક્ત કરાયો

ભરૂચના પાલેજની ગ્રીન ગોલ્ડ સોસાયટીમાં ધોધમાર વરસાદમાં એક વાનર તારથી વીંટળી ગયો હતો. જેથી એક એક સેવા ભાવી વ્યક્તિની નજર આ વાનર પર પડતા તેને જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જેથી વનવિભાગ અન જીવદયા પ્રેમીઓએ આ વાનરનું રેસ્ક્યૂ કરી તેને મુક્ત કર્યો હતો. વાનરના શરીર ઉપર વીંટળાયેલા તાર પકડથી કાપી તેને દર્દમાંથી મુક્ત કરાયો હતો.

વાનરને પાટા પિંડી કરી સલામત સ્થળે છોડી દેવાયો
ભરૂચના પાલેજમાં એક સેવા ભાવિ વ્યક્તિની નજર તારથી વીંટળાયેલા અને દર્દથી કણસતા તેમજ ઠંડીથી થર થર કાપતા વાનર ઉપર પડતા જીવદયાનું કામ કરતા ચિરાગ ધોબીને કોલ કર્યો હતો. જેથી જીવદયા પ્રેમીએ નેચરલ પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટ અને ભરૂચ વનવિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ટીમના યોગેશ મિસ્ત્રી, ગુંજન વસાવા, ધવલ વસાવા, જયેશ વસાવા ચાલુ વરસાદે દોડી આવ્યાં હતા. ભારે જહેમતે સ્થાનિકોની મદદથી વાનરનું રેસ્ક્યૂ કરાયું હતું. તેના શરીર ઉપર વીંટળાયેલા તાર પકડથી કાપી દર્દમાંથી મુક્ત કરાયો હતો. જે બાદ વાનરને પાટા પિંડી કરી સલામત સ્થળે છોડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...