શ્રદ્ધાસુમન:ઝઘડિયાના શહીદ થયેલા વનકર્મીને વન વિભાગે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારણી ગામ પાસે 1982માં ઉકડભાઇ ભગત પર ટ્રક ચઢાવી હત્યા કરાઇ હતી

વિશ્વ વન શહીદ દિવસના અવસરે 1982માં ચારણી ગામે પાસે લાકડા ચોરોના હાથે શહાદત પામેલાં ઝઘડીયાના વનકર્મી સ્વ. ઉકડભાઇ ભગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ વન સંરક્ષણ શહીદની ઘટનાને યાદ કરી તેની શહાદતને માન આપવામાં આવે છે. જ્યાં વન સંરક્ષણ દિવસ ઊજવણીનો મુખ્ય ઉદ્દેશ જંગલની વિવિધ સંપત્તિ, તેની અકયામતને બચાવવા જતા શહીદી વોહરી હોય એવા વન કર્મીને સલામી આપી તેની શહાદતને યાદ કરવામાં આવે છે.

1982માં ભરૂચ જિલ્લાનું અને હાલ સુરત જિલ્લામાં આવેલા ચારણી ગામ પાસે ઉમરપાડા તથા વડપાડાના વનમાંથી જંગલ ચોરીના લાકડાં લઈ જતી ટ્રકને પકડવના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેત્રંગ વિભાગ ના ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા ફોરેસ્ટર ટ્રક સામે ફરી વળ્યાં હતા. એમને હતું કે ટ્રક ઉભી રહેશે પણ ટ્રક ચાલકે પુરપાટ ઝડપે લાકડાં ભરેલી ટ્રક ચડાવી દેતા ઘટના સ્થળે ફોરેસ્ટ ઉકડ કાલિદાસ ભગતનું કરુણ મોત નીપજ્યું હતું. નેત્રંગ વન વિભાગ અને ઉમરપાડા વન વિભાગના કર્મચારીઓએ આજે ચારણી ગામના પ્રતિક સ્ટેચ્યુ પાસે જઇ શહીદ વનકર્મીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...