તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્યમંત્રી માંડવિયાની અંકલેશ્વરમાં જાહેરાત:2 વર્ષથી ઉપરનાં બાળકો માટે ટૂંક સમયમાં જ વેક્સિન આવી જશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવિયાએ કહ્યું- ભારત બાયોટેકને 2 વર્ષથી વધુની ઉંમરના બાળકોની વેક્સિનના રિસર્ચની મંજૂરી આપવામાં આવી છે

દેશમાં 2 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે ટૂંકમાં જ રસી દેશમાં ઉપલબ્ધ થઈ જશે. હાલમાં 2 વર્ષથી વધુનાં બાળકો માટે ઝાયડસની વેક્સિનની ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે. અમદાવાદની હેસ્ટાર બાયોલોજીકલ કંપની પણ રસી તૈયાર કરી રહી છે. જેનું બે મહિનામાં પ્રોડક્શન શરૂ થઈ જશે. કેન્દ્રએ જારી કરેલા 23000 કરોડના 50 % રાજ્યોને આપી દેવાયા છે. જેમાં દરેક જિલ્લા સ્તરે 10000 કિલોના ઓક્સિજન પ્લાન્ટ, બાળકો માટે 20 % બેડ અને ICU, 1 કરોડની દવાઓ સહિત અનામત રાખવામાં આવ્યા છે.

આ તબક્કે મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવાનું સૌથી સારું હથિયાર વેક્સિન છે. હવે ગુજરાતના અંકલેશ્વરમાંથી દેશને દર મહિને 1 કરોડ ડોઝ વધુ મળશે. દુનિયામાં દેશમાં વેક્સીન નું સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કોવેક્સીન પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના નેતવુંત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, આગળ પણ વધી રહ્યો છે. તેની પુરી દુનિયા નોંધ લઈ રહી છે.

હાલમાં જ એક દિવસમાં 1 કરોડ રસીકરણ કરી ભારતે બોહ મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ત્રીજી વેવ ને સામુહિક પ્રયાસથી રોકી શકાશે તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું. ત્રીજી વેવને રોકવા સરકાર સક્ષમ છે અને તમામ તૈયારીઓ કરાઈ છે. ત્રીજી વેવ ને સામુહિક પ્રયાસથી સંક્રમણ રોકી શકાશે. પ્રોટોકોલનું પાલન અને વેક્સિન અભિયાન આગળ વધાવી ત્રીજી વેવ અટકાવી શકાશે.

ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે. તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કો વેકસીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. અંકલેશ્વર સ્થિત કંપની સબ્સિડિયરી Chiron Behring Vaccines Pvt. Ltd.માં કો-વેકસિનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કર્યું હતું. ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

COVAXINનો 1 કરોડ ડોઝનો પ્રથમ જથ્થો અંકલેશ્વરથી રવાના
ભારતને હવે ગુજરાતના ભરૂચમાંથી દર મહિને મળશે COVAXINના 1 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વરના પ્લાન્ટમાંથી કો-વેક્સિનના પ્રથમ 1 કરોડ ડોઝની બેચ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે રિલીઝ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. તેની પ્રથમ 1 કરોડ ડોઝની બેચને રવિવારે રિલીઝ કરવામાં આવી છે.

ભારત બાયોટેકે અત્યાર સુધી વેકસીનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે. WHO માન્યતા 16 વેકસીન, 4 બાયો થેરાપ્યુટીકસની 123 દેશોમાં નોંધણી છે. અંકલેશ્વરની પેટા માલિકીની ચિરોન બહેરિંગમાં કોવેકસીનના ઉત્પાદનને તાજેતરમાં જ લીલીઝંડી અપાઈ હતી.

વર્ષે કો-વેકસિનના 20 કરોડ ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક
ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે. તેના પર બ્રેક લગાવી હવે વર્ષે 20 કરોડ ડોઝ કો-વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કો-વેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી છે. જેથી ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે.

દેશમાં વેક્સિનની માગના કારણે અંકલેશ્વરમાં ઉત્પાદન શરૂ કર્યું
ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી. જયારે કંપનીમાં બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની માગના કારણે અંકલેશ્વરમાં પણ તેનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...