ચોરી:પરિવાર ધાબા પર સૂવા ગયો ને તસ્કરો ઘરમાં 1.85 લાખનો હાથફેરો કરી ગયાં

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના આતિર્થ બંગ્લોઝ ખાતે બનેલી ઘટના

ભરૂચના લિંકરોડ પર આવેલાં આતિર્થ બંગ્લોઝ ખાતે રહેતાં નિવૃત્ત તેમના પરિવાર સાથે રાત્રીના સમયે ધાબા પર સુવા માટે ગયાં હતાં. રાત્રીના ગાળામાં તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 1.85 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

ભરૂચના લિંકરોડ પર આવેલાં આતિર્થ બંગ્લોઝ ખાતે રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં દિપક રમણલાલ મનુબરવાલા તેમની પત્ની જ્યોતિબેન તેમજ પુત્ર યશ સાથે રાત્રીના સમયે તેમના ઘરને તાળું મારી અગાશી પર સુવા માટે ગયાં હતાં. જ્યારે તેમનો બીજો પુત્ર વાલિયા ખાતેની અપ્લોટેક્સ કંપનીએ નોકરીએ ગયો હતો.

દરમિયાનમાં કોઇ તસ્કર ટોળકીએ તેમના ઘરને નિશાન બનાવી તેમના ઘરના મુખ્ય દરવાજાને મારેલું તાળું કોઇ હથિયાર વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટનો તમામ સામાન વેરવિખેર કરી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ 1.85 લાખની મત્તાની ચોરી કરી ગયાં હતાં. ઘરમાંથી ચોરી થઇ હોવાનુ માલુમ પડતાં તેમણે તુરંત ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં ટીમે સ્થળ પર દોડી આવી ચોરીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...