વ્યવસ્થા:ભરૂચમાં 14 હજાર દિવ્યાંગ મતદારો માટે ચૂંટણીપંચ વિશેષ વ્યવસ્થા કરશે

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન માટે સહાયકની​​​​​​​ જરૂરિયાત હોય તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાની 05 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન થશે.ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુગ્રથિત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ભરૂચ જિલ્લામાં 05 જગ્યાએ અલાયદા દિવ્યાંગ મથક પણ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જંબુસરમાં 125- જંબુસર -4 ખાતે સરદાર નગર પ્રાથમિક શાળામાં, વાગરા માં 225 વગુષણા પ્રાથમિક શાળામાં,ઝગડિયા માં 226- દેસાડ -૨ પ્રાથમિક શાળા નવી બિલ્ડિંગ, રૂમ નં 7 ખાતે, ભરૂચમાં 99- ભરૂચ ૪૫, એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓફિસ ખાતે, અંક્લેશ્વરમાં પારડી પ્રાથમિક શાળા,હાંસોટ ખાતે દિવ્યાંગ મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યાં છે .વધુમાં વ્હીલચેરની સુવિધા પણ મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લામાં 14,647 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ દિવ્યાંગ મતદારો PWD એટલે કે પર્શન વિથ ડિસેબિલિટી કેટેગરીમાં નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારો આસાનીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશિષ્ટ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ચૂંટણી પંચ દ્વારા ‘PWD એપ’ કાર્યરત કરવામાં આવી છે. આ PWD એપમાં દિવ્યાંગ મતદારો મતદાનના દિવસે ચોક્કસ પ્રકારની સહાયતા અને સહાયકની જરૂરિયાત હોય તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેના માટે તેમને આ એપ ડાઉનલોડ કરીને પોતાની વિગતો જણાવી મતદાન સંબંધિત પોતાની જરૂરિયાત જણાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...