તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Effect Of Food Poisoning On 18 People After A Meal At The Comfort Inn Hotel, The Taraiya Family Complained To The Food And Drug Department

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કમ્ફર્ટ ઇન હોટલમાં જમ્યા બાદ 18 લોકોને ફૂડ પોઇઝનની અસર, તરૈયા પરિવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી

ભરૂચ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી વિસ્તારમાં તરૈયા પરિવાર રહે છે.14 ફેબ્રુઆરીએ તેમના માતા-પીતાના લગ્નની વર્ષગાંઠ હોવાથી એબીસી સર્કલ નજીક આવેલી કમફર્ટ ઇન હોટલમાં 18 પરિવારજનો જમવા ગયા હતા.જ્યાં તેમણે મનચાઉ સૂપ અને વેજ કોલ્હાપુરી સબ્જી મંગાવીને તેનું ભોજન આરોગી બધા પોતાના ઘરે પરત ગયા હતા. ત્યાર બાદ રાત્રીના પરિવારના દરેક સભ્યોને પેટમાં દુખાવા સાથે ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.જેથી પરિવારના તમામ સભ્યોને રાત્રીના હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા. ડોક્ટરે તેમને દરેકને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું જણાવ્યું હતું.

સદર મામલે પરિવારના સભ્યોએ સોમવારના રોજ ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓએ ફરિયાદ મળતાની સાથે જ કમફર્ટ ઇન હોટલમાં તપાસ અર્થે પહોંચ્યા હતા.અધિકારીઓએ પરિવારે મંગાવેલા ઓર્ડરના સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો