પોલીસ સ્ટેશનમાં જ મહિલા PSI અસુરક્ષિત:ડીવાયએસપી મહિલા કર્મચારીઓને કહેતા-તમે એકલા જ રહો છોને, હું પણ એકલો જ રહું છું; ક્યાંક એકલા મળીને લાભ આપો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા PSIએ ડીવાયએસપી સામે જાતીય સતામણીની પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવનાર અને હાલ વડોદરામાં આદિજાતિ વિકાસ સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહેલા બી.એમ. પરમાર સામે બે મહિલા પીએસઆઈએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. ભરૂચ બી ડિવિઝનમાં ફરજ બજાવતો તત્કાલીન PI બીએમ પરમાર સાથી મહિલા કર્મચારીઓ પાસે અઘટિત માગણી કરતો હોવાનો ખુલાસો થયો છે.

મહિલાકર્મીઓને એકલા મળવાની માગણી કરતો રહેતો
ભરૂચ બી ડિવિઝનનો તત્કાલીન પીઆઈ બીએમ પરમાર હાલ વડોદરામાં ડીવાયએસપી તરીકે કાર્યરત છે. પરમાર સામે જે મહિલા કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે તેમાં લખાવ્યું છે કે, બીએમ પરમાર પોતાની ચેમ્બરમાં બોલાવી એકાંતમાં મળવાની અઘટિત માગણી કરતો અને મહિલા અધિકારીઓને ખરાબ નજરે નિહાળતો રહેતો.

ભરૂચનો તત્કાલીન પીઆઈ હાલ વડોદરામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર હાલ જેઓ વડોદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે તે જ અપરાધી-આરોપી તરીકે બી ડિવિઝન પોલીસના ચોપડે FIR માં ચઢ્યા છે.આ લંપટ ભરૂચ બી ડિવિઝન તત્કાલીન PI બી.એમ.પરમાર તેના ફરજ દરમિયાનના કાર્યકાળમાં ભરૂચમાં મહિલા PSI અને કર્મચારીઓ સાથે જ માનસિક અને શારીરિક છેડછાડ અને અશ્લીલ હરકતો કરતો હતો.જે અંગે શનિવારે રાતે 10.35 કલાકે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ આપનાર બીજું કોઈ નહિ પણ મહિલા PSI છે.

બે મહિલા PSI અને બે મહિલા પોલીસકર્મીઓ સામે ફરિયાદ
ફરિયાદ મુજબ, વાત છે માર્ચ 2021 ની આ લંપટ PI બી.એમ.પરમાર બી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. ફરિયાદી મહિલા PSI સહિત અન્ય બીજી પોસઇ તેમજ બે મહિલા પોલીસ કર્મચારીને આ PI પરમારે અલગ અલગ સમયે અલગ અલગ વખત જુદા જુદા બહાના હેઠળ પોતાની કેબિનમાં બોલાવી હતી.આટલું જ નહીં PI ની ચેમ્બરમાં બોલાવી કલાકો ઉભા કે બેસાડી રાખી અશ્લિલતાની હદ વટાવી હતી. જેમાં મહિલા પોસઇ અને કર્મચારીઓ છાતીના સામે વિચિત્ર નજરથી ઘુરી ધુરીને જોતો રહેતો. થોડું હાસ્ય કરી આ લંપટ PI અને હાલ નો વડોદરા DYSP પરમાર થોડું હાસ્ય કરીને કહેતો, શુ ચાલે છે, ડિયર. તમે એકલા જ રહો છો ને. હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે. તેમ કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.જે તે સમયે મહિલા 2 PSI અને અન્ય 2 કર્મચારી આ PI સામે ફરજ અને કાયદાકીય રીતે કઈ કરી શક્યા ન હતા. જોકે બાદમાં તપાસમાં PI ની લંપટગીરી રજૂઆતોના આધારે છતી થતા શનિવારે મધરાતે હાલ ના બી ડિવિઝન PI એ.બી.ચૌધરી એ હાલ વડોદરા ફરજ બજાવતા અને પોતાની જ સહ કર્મચારી મહિલાઓનું શોષણ કરતા DYSP બી.એમ.પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ ને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...