તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભેસલી પાસે કારના ચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે મિત્રો ઘવાયા

ભરૂચ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને મિત્રો શુભલક્ષ્મી કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરીએ જતા હતા
 • અકસ્માત કર્યા બાદ ફરાર કારના ચાલક સામે ગુનો નોંધાયો

વાગરા તાલુકાના મોસમ ગામે નવીનગરીમાં મોટા ભાઇ સંજય સાથે રહેતા રાજુ રતીલાલ વસાવા (ઉં.વ 32) છેલ્લા ચાર વર્ષથી અંજની સર્વિસ કોન્ટ્રાકમાં ફોરક્લીપ ઓપરેટર તરીકે નોકરી કરે છે. હાલમાં કોન્ટ્રાકટ્રનું કામ ભેસલી ગામે આવીલ શુભલક્ષ્મી કંપનીમાં કામ ચાલે છે.

તા.3 માર્ચે રાજુ વસાવા શુભલક્ષ્મી કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરી જવા માટે નીકળ્યો હતો. તે રસ્તામાં ખોજબલ ગામ આવતા ત્યાંથી તેના મિત્ર વિશાલ વસાવાને પોતાની બાઇક પર બેસાડી બંને કંપનીમાં જતા હતા. ભેસલી ગામ પાસેના એસ્સાર પેટ્રોલ પંપ નજીક રોડ રોડ ક્રોસ કરી રહ્યા હતા.

તે દરમિયાન ભરૂચથી દહેજ તરફ જતી એક સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને મિત્રો રોડ પર ફંગોળાઇ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. શુભલક્ષ્મી કંપનીની એમ્બ્યુલન્સમાં બંને ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. યુવકે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ફરાર કાર ચાલકની શોધખોળના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો