અકસ્માત:ચાલકે કાબુ ગુમાવતાં ટેમ્પો પલટી જતાં શ્રમજીવીનું ઇજાઓથી મોત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા લઈને જઈ રહેલા ટેમ્પોને અકસ્માત નડ્યો
  • જંબુસરના સાત ઓરડી પાસે બનેલી ઘટનામાં 13 લોકો ઈજાગ્રસ્ત

પાદરાના સરસવણી ગામનો ટેમ્પો લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડનારાઓને લઇને જંબુસરના ભોદર ગામ ખાતે જઇ રહ્યો હતો. તે વેળાં જંબુસરના સાત ઓરડી ફાટક પાસેથી પસાર થતાં સમયે ટેમ્પો ચાલકે કોઇ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પો પલટી જતાં એકનું મોત નીપજ્યું હતું અન્ય 13 જણાને ઇજાઓ પહોંચી હતી. પાદરા ગામે સરસવણી ગામે રહેતો પ્રવિણ કાળુ રાઠોડ ન્યુ જનતા બેન્ડમાં કામ કરતાં હતાં. વડોદરાના ગોત્રી મુકામે તેઓ બેન્ડ વગાડવા ગયાં હતાં.

જ્યાં કાર્યક્રમ પુર્ણ થયાં બાદ તેઓ જંબુસર તાલુકાના ભોદર ગામે લગ્નમાં બેન્ડ વગાડવા માટે જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં જંબુસરના સાત ઓરડી ફાટક પાસેથી પસાર થતાં સમયે ટેમ્પો ચાલક અનવર અકબર પઠાણે કોઇ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પો ડિવાઇડર પર ચઢી જતાં ટેમ્પો પલટી ગયો હતો. જેના પગલે ટમ્પોમાં બેસેલાં વાસુદેવરાવ શંકરરાવ વાઘમારેનું મોત નીપજ્યું હતું. જ્યારે બેન્ડ વગાડનારા અન્ય 13 જણાને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ બાદ તે પૈકીના 5 જણાને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...