• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Dominance Of Potholes On The Heart shaped Nandelav Bridge Connecting Bharuch Dahej, Fear Of An Accident When The Rods Come Out

તંત્રની આળસે ચાલકોને હાલાકી:ભરૂચ-દહેજને જોડતા હાર્દ સમાન નંદેલાવ બ્રિજ ઉપર ખાડાઓનું પ્રભુત્વ, સળિયાઓ બહાર આવી જતાં અકસ્માતનો ભય

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો
  • તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી

ભરૂચ-દહેજ ઔદ્યોગિક એકમને જોડતાં હાર્દ સમાન નંદેલાવ બ્રિજ ઉપર ખાડાઓ પડી જતાં વાહન ચાલકો ભયભીત બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ-દહેજ ઔદ્યોગિક એકમને જોડતો હાર્દ સમાન નંદેલાવ બ્રિજ વાહન ચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોવાની બૂમો ઉઠી છે. ત્યારે આ બ્રિજ ઉપર પડેલા મસમોટા ખાડાઓને પગલે રોજેરોજ વાહન ચાલકો ખાબકતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. બ્રિજ ઉપર પડી ગયેલા ખાડોને પગલે સળિયા પણ બહાર આવી ગયા છે. ભારદારી વાહનોના આવન જાવનને લઇ બ્રિજ ઉપરના ખાડાઓ વધુ ઊંડા બની રહ્યા હોવાની વાહન ચાલકો બુમરાણ મચાવી રહ્યા છે.

ફુટપાથનો એક ભાગ ધરાશાયી થતાં લારી-ગલ્લા સહિત વાહનોને નુકશાન
તાજેતરમાં આ બ્રિજ ઉપર ફુટપાથનો એક ભાગ ધરાશાયી થતાં લારી-ગલ્લા સહીત વાહનોને નુકશાન થયું હતું. ત્યારે હાલ બિસ્માર બનેલ બ્રિજને લઇ અકસ્માતની મોટી ઘટનાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.

જી.એન.એફ.સી.ટાઉનશીપ પાછળની સોસાયટીનો માર્ગ બિસ્માર
ભરૂચની જી.એન.એફ,સી ટાઉનશીપ પાછળ આવેલ વિવિધ સોસાયટીઓને જોડતો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા ખાડાઓને પગલે વાહન ચાલકો સહીત સ્થાનિક રહીશો હેરાન પરેશાન બન્યા છે. ભરૂચ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિવિધ માર્ગોનું ધોવાણ થતાં મસમોટા ખાડાઓએ માર્ગો ઉપર સ્થાન લીધું છે. જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ યાતનાઓ વેઠી રહ્યા છે. ભરૂચ શહેરમાં દર ચોમાસાની સિઝન શહેરીજનો માટે આફત લઈને જ આવતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ભરૂચની જી.એન.એફ,સી ટાઉનશીપ પાછળ આવેલ વિવિધ સોસાયટીઓને જોડતો અત્યંત વ્યસ્ત માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...