તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાન:આમોદના આછોદના આરોગ્ય કેન્દ્રમાં તબીબ ફરકતાં જ નથી

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં આવતા દર્દીઓ હેરાન પરેશાન

આમોદ તાલુકાના આછોદ ગામે આવેલા PHC સેન્ટરમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય કેન્દ્ર જ્યારે બન્યું ત્યારે તેનું ઉદ્ઘાટન તે વખતના આરોગ્ય મંત્રી અને હાલના ડેપ્યુટી CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

આછોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા લોકો બપોરે 1:15નો સમય થાય ત્યાં સુધી તબીબની રાહ જોતા હોય છે. આરોગ્ય ઉપર કોઈ ડોક્ટર જ આવતા નથી. શનિવારે આછોદ અને દેનવા ગામેથી દર્દીઓ સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. પરંતુ તેઓ હોસ્પિટલ ઉપર કલાકો સુધી બેસી રહ્યા અને ડોક્ટર જ ન આવ્યા. તો લોકો હેરાન પરેશાન થઈ જાતે જ પાટા પિંડી કરવા લાગ્યા હતા. આછોદ ગામના સલમાન મુનશીના જણાવ્યા મુજબ સરકારે આરોગ્યના નામે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે. મોટી મોટી વાતો પણ કરી છે પરંતુ અહીં હકીકત કંઈક અલગ જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો