ભરૂચ કોરોના LIVE:જિલ્લામાં સોમવારે કોરોનાના 11 કેસ નોંધાયા, હાલમાં 72 લોકો સારવાર હેઠળ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં 7, અંક્લેશ્વરમાં 2, નેત્રંગ-હાંસોટમાં 1-1 કેસ
  • પોઝિટીવ કેસનો કુલ આંક 5794 પર પહોંચ્યો, કુલ મૃત્યુઆંક 27

ભરૂચ શહેર જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગઈકાલે સોમવારે પણ જિલ્લામાં નવા માત્ર 11 કેસ નોંધાયાં હતાં. જેના પગલે જિલ્લાનો કુલ આંક 5794 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 5695 લોકો સાજા થતાં હાલમાં 72 લોકો સારવાર હેઠળ છે. કોરાનાની ત્રીજી લહેરની શરૂઆતમાં કેસોની સંખ્યા વધુ નોંધાઇ રહી હતી. એક સમયે જિલ્લામાં 300થી 400 કેસો નોંધાઇ રહ્યાં હતાં. જેના પગલે જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબ વધે અને ઘાતક બને તેવી દહેશત ફેલાઇ હતી.

બીજી તરફ જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાનમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાં છે. ત્યારે હાલમાં જિલ્લામાં ધીમેધીમે કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે જિલ્લામાં નવા માત્ર 11 કેસ નોંધાયાં હતાં. જે પૈકી ભરૂચમાં 7, અંક્લેશ્વરમાં 2 તેમજ નેત્રંગ-હાંસોટમાં 1-1 કેસ મળી જિલ્લાનો કુલઆંક 5794 પર પહોંચ્યો હતો. જિલ્લામાં સોમવારે 20 લોકો સાજા થતાં અત્યાર સુધીમાં 5695 લોકો સાજા થયાં છે.

અન્ય સમાચારો પણ છે...