ભરૂચ કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના 17 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 81 પર પહોંચ્યો

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી

ભરૂચ જિલ્લામાં હવે કોરોનાની અસર ધીમી પડી રહી છે. ગઈકાલે રવિવારે જિલ્લામાં 17 નવા કોરોના કોસ નોંધાયા હતા. જેના પગલે ત્રીજી લહેરની શક્યતાને લઈને આ તબક્કે તમામ મોરચે તૈયારી માંડીને બેઠેલા તંત્રને પણ ક્યાંકને ક્યાંક રાહત સાંપડી છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ગઈકાલે રવિવારે પણ જિલ્લામાં નવા માત્ર 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 18 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધી 5783 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 81 કેસ હજી એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...