75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી:ભરૂચ-નર્મદામાં 75મા સ્વાતંત્ર પર્વની આજે જિલ્લાના વડામથકોએ ઉજવણી

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એ નર્મદા જિલ્લામાં આજે મહત્વના સ્થળો પર 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જ્યારે નર્મદા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી આંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહની ઉપસ્થિતિમાં સવારે 9:00 કલાકે યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે અધિક મુખ્ય સચિવ - ઉદ્યોગ અને વહીવટી સંચાલક, નર્મદા નિગમના ડૉ. રાજીવકુમાર ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરાશે.