દુર્ઘટના:બરાનપુરાની ચાલમાં બંધ મકાનની જર્જરીત દિવાલ ઓચિંતી ધસી પડી

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે મકાન બંધ હોવાના કારણે કોઇ જાનહાનિ થઇ નહીં

ભરૂચમાં મેઘરાજાએ સવારે વિરામ લીધા બાદ બપોરથી પુનઃ વરસવા લાગ્યો હતો.ત્યારે બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં ચાલના જર્જરિત મકાનની દીવાલ પડતા દોડધામ મચી ગઈ હતી.જોકે ઘણા સમયથી મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ભરૂચ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.જેના શહેરમાં આવેલી કેટલીય જર્જરિત મકાનો અને દીવાલો ધરાશાઈ થવાના બનાવો બની રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ ધોળીકુઈ બજાર બરાનપુરા ખત્રીવાડ નજીક આવેલા હુર એપાર્ટમેન્ટની સામેની ચાલમાં આવેલા છેલ્લા જર્જરિત મકાનની દીવાલનો કેટલોક હિસ્સો વરસાદી માહોલમાં ધસી પડતા લોકો પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. બનાવની જાણ ભરૂચ પાલિકાના લાશ્કરોને કરાતા લાશ્કરોએ ઘટના સ્થળે આવીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.જોકે મકાનમાં રહેતા કોકિલા ત્રિવેણી અહીંયા નહિ રહેતા હોય મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...