તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:ઝઘડીયા તાલુકામાં બે દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં તો ફરી લાખો રુપિયાની ચોરી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • બે દિવસ પહેલા જ અછાલીયા ગામે ચોરી થઇ હતી, ગતરાત્રે પ્રાંકડ ગામે ચોરી થઇ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં તરખાટ મચી જવા પામ્યો છે. ત્યારે લાખો રૂપિયાના માલમત્તાની ચોરી થતાં રાજપારડી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં ગતરાત્રિના સમયે મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી તસ્કારોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ મકાનમાંથી કિંમતી ચીજવસ્તુ સહિત સરસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, હજુ બે દિવસ પહેલા જ અછાલીયા ગામે થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે હવે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...