તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભરૂચ જિલ્લામાં થયેલા વિકાસ કામોની સાંસદ દ્વારા ઝીણવટપૂર્વક સમીક્ષા કરાઈ

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની યોજનાઓની જાણકારી ગ્રામિણ વિસ્તારના લોકોને આપવા અધિકારીઓને અનુરોધ

ભરૂચના આયોજન ભવન ખાતે દિશા(ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની સમીક્ષા સંસદ સભ્ય અને ભરૂચ જિલ્લાકક્ષાની દિશા કમિટિના અધ્યક્ષ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.જેમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાળ અંત્યોદય યોજના,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ,ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત,મધ્યાહન ભોજન,અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સુચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લાના છેવાડાના માનવીઓ સરકારની યોજનાઓનો લાભ મળે તેના દ્વારા તેઓના સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે તેમ જણાવી સરકારની યોજનાઓની જાણકારી ગ્રામિણ વિસ્તારના લોકોને આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser