ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો આજે દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું છે કે, 'હું પ્યારમાં હારી ગયો એટલે જિંદગી હારી જવા માગુ છું'. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના દશાન ગામના નદી કિનારે એક યુવકનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને ઓળક મેળવવા માટે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યા હતા. જેથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે 14 એપ્રિલે દિવીલ ગામનો 21 વર્ષીય ભારમલ વરસાવા ગુમ થયો હોવાની જાણ થઈ હતી. જેના આધારે પરિવારજનોનો સંપર્ક કરતા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. આત્મહત્યા કરનાર યુવાન ઘરેથી નીકળતા પહેલા સુસાઇડ નોટ લખી ગયેલ હતો. સુસાઇડ નોટમાં તેણે આ પગલું પ્રેમમાં નિષ્ફળ જતા ભરેલ છે અને 'મમ્મી પપ્પા મને માફ કરજો હું નર્મદા નદી માં પડવા જાવ છું' તેમ લખી ઘરે થી નીકળી ગયેલ. બનાવ સંદર્ભે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.